સુકન્યા સમૃદ્ધિ યોજના


હેલ્લો મિત્રો, આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણીશુ. 

પોસ્ટમાં સમાવિષ્ટ મુદ્દા :
ક્યારે ખાતુ ખોલાવી શકાય?
- કઈ બેન્કમાં ખાતુ ખોલાવી શકાય?
- શુ શુ ડોક્યયુમેન્ટ જોઈએ? 
 કેટલા પૈસા ભરવાના?
- ક્યા સુધી પૈસા ભરવાના?
- વચ્ચે પૈસા ઉપાડી શકાય?
-  વ્યાજ કેટલુ મળે? 
વચ્ચે હપ્તો ભૂલી જવાય તો? 
બેન્કમાં ખાતુ છે એ ચાલે કે નવુ ખોલાવવુ પડે? ટેક્સનો ફાયદો મળે? 
કેટલા ભરીએ તો કેટલા મળે? 

ક્યારે ખાતુ ખોલાવી શકાય?
દીકરીના જન્મથી માંડીને દીકરીની ઉમર 10 વર્ષ થાય ત્યાં સુધી.   
10 વર્ષ પછી -આ યોજનાનો લાભ ન લઈ શકો
2 દીકરીઓ સુધી બે એકાઉન્ટ.

કઈ બેન્કમાં ખાતુ ખોલાવી શકાય?
કોઈ પણ પોસ્ટ ઓફિસમાં કે રાષ્ટ્રીયકૃત બેન્કમાં. 

શુ શુ ડોક્યયુમેન્ટ જોઈએ? 
દીકરીના જન્મતારીખનો દાખલો.
માતાપિતાના આઈડી પ્રૂફ અને રહેઠાણનો પુરાવો.

કેટલા પૈસા ભરવાના?
ઓછામાં ઓછા મહીને 250/-રૂ.
વધુમાં વધુ 1,50,000 વાર્ષિક.

ક્યા સુધી પૈસા ભરવાના?
દીકરીના જન્મ સમયથી જ ખાતું ખોલવું યોગ્ય.
એકાઉન્ટ સમયે દીકરીની ઉંમર 8 વર્ષ.
દીકરીની 29 વર્ષની ઉંમરે પૈસા મળે.
 8 + 21 = 29 Year

વચ્ચે પૈસા ઉપાડી શકાય?
દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે વધુમાં વધુ 50% રકમ અભ્યાસ કે લગ્ન માટે ઉપાડી શકાય. બાકીની રકમ મુદ્દત પૂરી થયે.
મુદત પહેલા જો લગ્ન થાય તો પછી એકાઉન્ટ બંધ.

વ્યાજ કેટલુ મળે? 
વ્યાજનો દર ચોક્કસ હોતો નથી. 
દર ત્રણ મહિને વ્યાજદરમાં ફેરફાર થાય છે. 
એપ્રિલ 2020 પહેલાં વ્યાજદર 8.4% હતો. 

વચ્ચે હપ્તો ભૂલી જવાય તો?
15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. 
વચ્ચે કોઈ હપ્તો ન ભરાય તો એકાઉન્ટ બંધ.
પેનલ્ટી ભરીને એકાઉન્ટ ફરીથી ચાલુ કરી શકાય. તમારા બેન્ક ખાતા નંબર આપી શકો.
ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી.

બેન્કમાં ખાતુ છે એ ચાલે કે નવુ ખોલાવવુ પડે? 
આ યોજનાનનુ અલગ જ એકાઉન્ટ હોય છે. 
દીકરીના નામનુ અલગ એકાઉન્ટ ખોલાવવુ પડે. 

ટેક્સનો ફાયદો મળે? 
જે પૈસા ભરીએ તે અને 21વર્ષે પાકતી મુદ્દતે જે પૈસા મળે તેના ઉપર ટેક્સ લાગતો નથી 

કેટલા ભરીએ તો કેટલા મળે?
જો વ્યાજદર 8.4% હોય તો, 
1. મહીને 250/-રૂ. ભરીએ તો 21 વર્ષે -1,42,558/-
2. મહીને 500/-રૂ. ભરીએ તો 21 વર્ષે -2,85,101/-
3. મહીને 1000/-રૂ. ભરીએ તો 21 વર્ષે -5,70,000/-

Post a Comment

વધુ નવું વધુ જૂનું