જાણવા જેવું : 
 
આજે આપણે નવું જાણવામાં ઈતિહાસની પાંચ સૌથી મોટી ભુલો જોઈશુ. 

1). એપલ કંપનીની સ્થાપના સ્ટીવ જોબ્સ, સ્ટીવ વૉઝનીએક અને રોનાલ્ડ વેને કરી હતી. કો-ફાઉન્ડર હોવાના કારણે રોનાલ્ડ વેન પાસે એપલ કંપનીના 10% શેર હતા. એ સમયે રોનાલ્ડ વૅન પર થોડું કર્જ હતું જેથી તેમણે એપલ કંપનીના 10% શેર માત્ર 800 ડોલરમાં વેંચી નાખ્યા. પરંતુ આજે એ શેરની કિંમત 120 અબજ ડોલર છે . અર્થાત્ જો રોનાલ્ડે તે શેર ન વેચ્યા હોય તો આજે તેઓ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ હોત .

2). 13 જાન્યુઆરી 2013 ના રોજ Costa Concordia નામક એક જહાજ ઇટલીથી રવાના થયું. જહાજમાં કુલ 3200 પેસેન્જર અને 1000 crew Members હતા. જહાજનો રૂટ પહેલાથી નક્કી હતો પરંતુ કેપ્ટને ભૂલથી જહાજ બીજા રૂટ પર લઈ લીધું જ્યાં સમુદ્રમાં મોટા મોટા પથ્થર હોય છે. આવોજ એક પથ્થર જહાજ સાથે અથડાયો અને જહાજ ત્યાં પત્થરો પર ઢળી ગયું .
આ ઘટનામાં 32 લોકોનું મૃત્યુ થયું હતું. આ જહાજ બનાવવામાં 612 મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો હતો. મૃતકોના પરિવારજનોને પૈસા આપવા, જહાજ ત્યાંથી તોડવું અને ખસેડવુ વગેરે બાબતો દ્વારા કંપનીને કુલ 2 અબજ ડોલરનું નુક્શાન આવ્યું.

3). B2 Bomber Aircraft અમેરિકાનું હેવી સ્ટ્રેટેજિક બોમ્બર એરક્રાફ્ટ છે . 23 ફેબ્રુઆરી 2008 ના રોજ આ એરક્રાફ્ટ ઉડતાની સાથેજ ક્રેશ થઈ ગયુ. ઈન્વેસ્ટિગેશનમાં જાણ થઈ કે પ્લેનના Air Pressure Sensor પર વરસાદના પાણીનું એક ટીપુ હતું જેથી Takeoff બાદ તુરંત પ્લેનનું બેલેન્સ બગડી ગયું અને પ્લેન ક્રેશ થઈ ગયું. સદભાગ્યે બંને પાઈલોટ્સ ઈજેક્ટ થઈને બચી ગયા. જો TakeoFF પહેલા આ સેન્સર સાફ કર્યા હોત તો 2 અબજ ડોલરનું નુક્શાન ન થયું હોત. 

4). 2017 માં રિલીઝ થનાર Justice League ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ એડીટીંગ ચાલતું હતું ત્યારે એડિટરને superman નું કિરદાર નિભાવતા Henry Cavil ના અમુક સીન પસંદ ન આવ્યા જે ફરીથી શૂટ કરવાની જરૂર હતી. પરંતુ Henry Cavil ત્યારે Mission Impossible 6 નું શૂટિંગ કરી રહ્યા હતા જેમાં તેમણે દાઢી-મૂંછ રાખ્યા હતા. 
Justice League ના માત્ર અમુક સીન ફરીથી શૂટ કરવા માટે Henry Cavillને ક્લીન સેવ કરવાની જરૂર હતી જેની અનુમતિ mission  impossible 6 ના પ્રોડ્યુસરે ન આપી. અંતે હલકી દાઢી અને મૂંછો સાથે જ શૂટિંગ કરવામાં આવ્યું અને બાદમાં ઈફેક્ટ દ્વારા દાઢી-મૂંછ કાઢવામાં આવ્યા. માત્ર આટલું કરવા ફિલ્મ પર એક્સ્ટ્રા 25 મિલિયન ડોલરનો ખર્ચ આવ્યો. ઉપરાંત એડિટ કરીને કાઢેલ મૂંછના કારણે હોઠ ઉપર ધુંધણાપણું દેખાતું હતું જેથી ફિલ્મના ચાહકોએ નિરાશ થઈને લો રેટિંગ આપી અને પ્રોડ્યુસરનું કરોડોનું નુક્શાન થયું.

5). સ્કોટલેન્ડના શહેર Aberdeen થી 200 કિલોમીટર દૂર દરિયામાં Piper Alpha નામક એક ઓઈલ રીંગ બનાવવામાં આવી.1976 માં આ ઓઈલ રીંગે દરિયામાંથી ઓઇલ કાઢવાનું ચાલુ કર્યું અને બધું ઠીક ચાલી રહ્યું હતું. થોડા વર્ષ બાદ કંપનીએ સમુદ્રમાંથી ઓઈલની સાથે ગેસ કાઢવાનું પણ શરૂ કર્યું.
6 જુલાઈ 1988 ના રોજ ગેસના એક વાલ્વ માં કોઈ સમસ્યા આવી તો સુપરવાઈઝરે ગેસ વાલ્વને મેન્ટેનન્સ માટે કાઢી તેની જગ્યાએ એક મેટલ પ્લેટ લગાડી દીધી અને સૂચના આપી કે, “કોઈપણ ગેસ પંપ ચાલુ ન કરે.” પરંતુ બીજી શિફ્ટમાં કોઈએ પણ સૂચના ન વાંચી અને ગેસ પંપ ચાલુ કરી દીધો. જેથી એક જોરદાર ધડાકો થયો અને આખી રીંગમાં આગ લાગી ગઈ જેમાં 167 લોકો મૃત્યુ પામ્યા. એક નાની એવી ભૂલને કારણે કંપનીને 2 અબજ ડોલરનું નુક્શાન આવ્યું.


Post a Comment

વધુ નવું વધુ જૂનું