આધારકાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવુ ?
Step 1: આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ UIDAI ની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ ઉપર જઈશું.
Step 2: ત્યારબાદ download aadhar card પર click કરો.
Step 3: ત્યાં તમને નીચેના ત્રણ options જોવા મળશે.
1.આધારનંબર: જો તમારી પાસે આધારનંબર હોય તો તે દાખલ કરો.
2.VID Number: જો તમારી પાસે vid (virtual I'd number) દાખલ કરો.
3.Enrollment Number: જો તમારી પાસે નોંધણી નંબર(enrollment number) હોય તો દાખલ કરો.
Step 4: ત્યારબાદ Security code દાખલ કરી Send OTP પર click કરો.
Step 5: તમારા આધારકાર્ડ સાથે લીંક હશે, તે નંબર પર એક OTP(one time password) આવશે. તે દાખલ કરો.
Step 6: ત્યારબાદ download aadhar card પર અથવા verify and proceed પર click કરો. તમારા મોબાઇલમાં આધારકાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તે PDF password protected હશે.
જો તમારુ નામ PQRSTV હોય અને તમારી જન્મતારીખ 05/07/1996 હોય, તો તમારો પાસવર્ડ PQRS1996 થશે. જેમાં પહેલા ચાર તમારા નામના (capital) અને પછીના ચાર તમારો જન્મ જે વર્ષમાં થયો હોય તે.
નોંધ: જો તમારા આધારકાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક હશે તો જ તમે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકશો.
આધુનિક સમયમાં આધારકાર્ડ દરેક વ્યક્તિ માટે જીવનજરૂરિયાતની વસ્તુુ બની ગઈ છે. આધારકાર્ડ બધા ભારતીયો માટે જરૂરી દસ્તાવેજ છે! લગભગ બધા જરૂરી કામ માટે આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની ખાસ વાત એ છે કે તેને બધી જગ્યાએ આઈડી પ્રૂફ (ID Proof) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આનાથી વધારે આધારકાર્ડ ઉપયોગમાં લેવાતા જરૂરી દસ્તાવેજો સાથે લીંક કરવામાં આવે છે.
આધારકાર્ડ (Aadhar Card) એક આઈડી પ્રૂફ (ID Proof) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આધારકાર્ડ ઉપર એક પ્રકારનં નંબર હોય છે, જેણે આપણે યુનિક આઈડેન્ટીફીકેશન નંબર (Unique Identification Number) પણ કહેવામાં આવે છે, જે ભારતના દરેક નાગરિકની ઓળખ બનાવવા સક્ષમ હોય છે. દરેક ઓનલાઈન અને ઓફલાઇન અરજી, જેમ કે સરકારી નોકરી, નવુ સીમ કાર્ડ, બેન્કમાં ખાતુ ખોલાવવુ, ઓનલાઈન ટિકિટ બુક કરવા, ગેસ કનેક્શન લેવા જેવા જરૂરી કામ માટે આધારકાર્ડ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે.
કયાં કયાં દસ્તાવેજો સાથે લીંક હોય છે
આધારકાર્ડ આવ્યા પહેલાં બધા પાસે આઈડી પ્રૂફ તરીકે ચૂંટણી કાર્ડ, driving licence, રેશનકાર્ડ જેવા દસ્તાવેજો હતા, પણ અત્યારે તેને પણ આધારકાર્ડ સાથે લીંક કરવામાં આવ્યા છે. વધારેમાં ઉપયોગકર્તા તેના આધારકાર્ડમાં નામ અને સરનામુ બદલવા માટે, તેણે UIDAI (ભારતીય વિશિષ્ટ આેળખ ઓથોરિટી) તરફથી જાહેર કરવામાં આવેલ દીશાનિર્દેશોનુ પાલન કરવુ પડશે.
ટોલ-ફ્રી નંબર
જો તમારે આધારકાર્ડ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો UIDAI તરફથી જાહેર કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર 1947 ઉપર ફોન કરીને પુછી શકો છો.
આ ટોલ ફ્રી નંબર સોમવારથી શનિવાર સવારના 8 થી સાંજના 11વાગ્યા સુધી અને રવિવારે સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે.
Keywords : How to download aadhar card, How to download aadhar card in mobile
ટિપ્પણી પોસ્ટ કરો